રાજકોટમાં સત્સંગ સંસ્કારનાં બીજ
રોપાયાં. જે આજે વટવૃક્ષ રૂપે જૂનાગઢ, સુરત, હૈદરાબાદ, નવસારી, મુંબઇ, તરવડા, બેંગ્લોર, નર્મદા, વડોદરા, ગુલબર્ગા અને ડલાસ(અમેરિકા)
વગેરેમાં પાંગર્યા. આ બધી સંસ્થાઓમાં કુલ ૯,૦૦૦ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા
સાથે સદવિદ્યાની પ્રાપ્તિ કરી રહ્યા છે. ગુરુકુલની દરેક શાખાઓમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓને સત્સંગનો અમૂલ્ય જ્ઞાનવારસો એક સરખો અને વ્યવસ્થિત મળતો રહે તે આ
પુસ્તક પ્રકાશનનો મૂળ હેતુ છે.
રાજકોટ, જૂનાગઢ, સુરત, હૈદરાબાદ ગુરુકુલના સંચાલકો તેમજ ધાર્મિક વિભાગ સંભાળતા સંતોએ સ્તુતિ, પ્રાર્થના તથા સત્સંગના જ્ઞાન વારસાનું ક્રમબદ્ધ માળખું ઘડ્યું. તેના પ્રથમ ભાગ રૂપે આ “સંસ્કાર ધારા” પુસ્તિકા તૈયાર કરવામાં આવી.