સર્વવોનું શ્રેય કરનારી આ શિક્ષાપત્રીનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે સાચા માનવ ઉપરાંત સંનિષ્ઠ ભગવદ્ભક્તત બનાવવાનું છે. આમ તે માનવને માનવ બનાવનારી મોક્ષમાર્ગની પથદર્શિકા છે. સાવધાનપણે જો તેના આદેશો આચરણમાં વણાઈ જાય તો જન્મમરણના ફેરા મટી જાય અને ધન્ય બની જવાય.