Google Home વડે એક વધુ સુવ્યવસ્થિત અને મનગમતું બનાવેલું સ્માર્ટ ઘર બનાવો. તમારા Google Nest, વાઇ-ફાઇ અને Chromecast ડિવાઇસ ઉપરાંત લાઇટ, કૅમેરા, થર્મોસ્ટેટ અને તેના જેવી સ્માર્ટ ઘરની હજારો સુસંગત પ્રોડક્ટનું સેટઅપ કરો, તેને મેનેજ અને નિયંત્રિત કરો – આ બધું કરો Google Home ઍપ પરથી.
તમારા હોમ વ્યૂને મનગમતો બનાવો. જ્યારે તમે ઍપ ખોલો એટલે તરત જ સરળ ઍક્સેસ માટે તમારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિવાઇસ, ઑટોમેશન અને ક્રિયાઓને મનપસંદ ટૅબમાં પિન કરો. તમારા Nest કૅમેરા અને ડોરબેલના લાઇવ ફીડ જુઓ અને ઇવેન્ટના ઇતિહાસ મારફતે સહેલાઈથી સ્કૅન કરો. ઑટોમેશન ટૅબમાં રૂટિનનું સેટઅપ કરો અને તેને મેનેજ કરો. અને એકીકૃત કરેલા સેટિંગ ટૅબમાં કોઈપણ પરવાનગીમાં ઝડપથી ફેરફાર કરો.
એક નજરમાં સમજો કે ઘરમાં શું ચાલી રહ્યું છે. Google Home ઍપની ડિઝાઇન તમને તમારા ઘરનું સ્ટેટસ બતાવવા તથા તમે કદાચ ચૂકી ગયા તેવી બાબતે તમને અપ ટૂ ડેટ રાખવા માટે થઈ છે. કોઈપણ સમયે તમારા ઘરમાં જઈને તાજેતરની ઇવેન્ટનું રીકૅપ જુઓ.
તમારા ઘરને ગમે ત્યાંથી નિયંત્રિત કરો. Wear OS માટે Google Home તમને તમારી વૉચમાંથી સ્માર્ટ ઘરના સુસંગત સ્માર્ટ ડિવાઇસને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. લાઇટ ચાલુ કરો, થર્મોસ્ટેટની ગોઠવણી કરો અથવા જ્યારે તમારા ઘરના આગળના દરવાજે કોઈ વ્યક્તિ કે પૅકેજ આવે, ત્યારે અલર્ટ મેળવો. મનપસંદ ટાઇલનો ઉપયોગ કરો અથવા તમારા ઘરને મેનેજ કરવાનું કાંડા પર ટૅપ કરવા જેટલું સરળ બનાવવા માટે, તમારા વૉચ ફેસ પર ડિવાઇસ ઉમેરો.
સહાયરૂપ ઘર ખાનગી ઘર હોય છે. તમારી પ્રાઇવસીની સુરક્ષાની શરૂઆત વિશ્વના સૌથી અદ્યતન સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંના એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે, જેનું નિર્માણ અમે સીધા જ Googleની બધી પ્રોડક્ટમાં કરીએ છીએ અને તેને કારણે તે ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત હોય છે. અને Google તમારા સુસંગત ડિવાઇસ અને ડેટાનો ઉપયોગ કરે છે, જેથી તમારું ઘર સહાયરૂપ બને, પણ માત્ર તે જ રીતે કે જેની તમે મંજૂરી આપો છો. અમે તમારી માહિતીની સુરક્ષા અને તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ છીએ તેના વિશે વધુ જાણવા માટે, safety.google/nest પર જઈને Google Nestના સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.
* કેટલીક પ્રોડક્ટ અને સુવિધાઓ કદાચ બધા પ્રદેશોમાં ઉપલબ્ધ ન પણ હોય. સુસંગત ડિવાઇસ જરૂરી છે.
આ રોજ અપડેટ કર્યું
7 જાન્યુ, 2025
જીવનશૈલી
ડેટા સલામતી
arrow_forward
ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો