ગરુડપુરાણના આધારે આ ગ્રંથ રચાયેલ છે. દેહમાંથી નીકળી યમપુરીમાં જતાં જીવાત્માને માર્ગમાં કેવાં કેવાં દારુણ દુઃખો ભોગવવા પડે છે તેનું હૃદયદ્રાવક વર્ણન આમાં કરાયું છે. એક એકથી અધિક વિકટ ને દુઃખભર્યા ૨૮ નરકના કુંડો ને પાપ પ્રમાણે તેની સજા તથા લખચોરાશીમાં પ્રાણીની કષ્ટભરી કથની રજુ કરી છે. શ્રીહરિ અને તેના સાચા સંતના મેળાપથી જ યમદંડ ટળે છે ને પરમ પદની પ્રાપ્તિ થાય છે, તે ભારપૂર્વક જણાવ્યું છે. જેને પ્રભુ તેડવા આવે અને જેને જમ તેડવા આવે તેની સુસ્પષ્ટ એંધાણી આપી છે. ગુરુકુલ પ્રકાશન વિભાગ દ્વારા નંદસંતોએ રચેલ યમદંડની સચિત્ર કૃતિ ઉપરથી મૂળ હેતુને ધ્યેયમાં રાખીને આ પુસ્તિકામાં ચિત્રાંકન કરાવ્યું છે. સત્સંગ અને જનસમાજને તેનો લાભ મળે એ હેતુથી આ પ્રકાશન કરવામાં આવ્યું છે. - જય સ્વામિનારાયણ..