Shivajini Sauryagatha

· Gurjar Prakashan
4.8
74 રિવ્યૂ
ઇ-પુસ્તક
212
પેજ
પાત્ર
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો

આ ઇ-પુસ્તક વિશે

પ્રજા ચાર રીતે ઘડાતી હોય છે. (1) ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યોના ઉપદેશોથી, (2) રાજા અને વડીલોનાં આચરણોથી, (3) દંડથી, (4) લોકસાહિત્યથી. 1. ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યોના ઉપદેશોથી પ્રજાના ઘડતરમાં ધર્મ મહત્ત્વનો સ્થાયી ભાગ ભજવતો હોય છે. હિન્દુ અને મુસ્લિમના ઘડતરમાં પાયાનો ભેદ ધર્મ કરાવે છે. હિન્દુઓ ઉપર અહિંસાવાદી ધર્મો અને પરલોકવાદી મુખ્ય વિચારધારાનો અત્યંત પ્રભાવ રહ્યો છે. તેથી તે શસ્ત્રવિમુખ, વીરતાવિમુખ અને સંસારવિમુખ થતી જોઈ શકાય છે. આપણી પાસે જેટલા ત્યાગી-વીતરાગી સાધુ-સાધ્વીઓનાં ટોળાં છે તેવાં અને તેટલાં કોઈની પાસે નથી. આ બધા પરલોકવાદી મોક્ષમાર્ગી છે. આપણો મોક્ષ ત્યાગમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી ત્યાગીઓનાં ટોળેટોળાં જોવા મળે છે. રોમૅંટિક ધર્મોનો મોક્ષ ત્યાગથી નહિ, ઈમાન અને ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થાય છે. જેથી તેમના ત્યાં ત્યાગી-વીતરાગીઓનાં ટોળાં જોવા નથી મળતાં. જે હોય છે તે ધર્મપ્રચાર-પ્રસાર માટે સક્રિય હોય છે. નિષ્ક્રિય નથી હોતા. સૌથી મોટું પુણ્ય કોઈ બિન મુસ્લિમને કે બિન ખ્રિસ્તીને મુસ્લિમ બનાવવાનું હોય છે. આપણે ત્યાં આવું કોઈ પુણ્ય નથી. આપણું સૌથી મોટું પુણ્ય ગંગાસ્નાનથી પ્રાપ્ત થાય છે. જેથી ત્યાં ટોળાંનાં ટોળાં કડકડતી ઠંડીમાં પણ ડૂબકી લગાવતાં જોવા મળશે. આ ધર્મઘડતર કહેવાય.

રેટિંગ અને રિવ્યૂ

4.8
74 રિવ્યૂ
हिन्दू आयॅपूत्र राघव भगत
31 જુલાઈ, 2019
આ પુસ્તક ને હું 5 સ્ટાર આપવાં માંગતો હતો પણ આપે જે ખોટી રીતે સંભાજી મહારાજ ના જીવન ચરિત્ર પર ખોટા આક્ષેપો કર્યા તે વાંચી ને હું સહન ના કરી શક્યો આપે સંભાજી મહારાજ ને મારા થી ના લખી શકાય તેવી રીતે વર્ણન કર્યું આપે સંભાજી મહારાજ નું મહાન બલિદાન ના કહ્યું हिंदुत्व નિષ્ઠા ના બતાવી ओरङगज़ेबे જ્યારે સંભાજી મહારાજ ને કેદ કર્યા ત્યારે ઇસ્લામ ધર્મ સ્વીકાર વાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને અને સંભાજી મહારાજ જો ઇસ્લામ ધર્મ અંગીકાર કરે તો बादसाह પોતાની દીકરી પરણાવે પરંતુ સંભાજી મહારાજ મહાન ચારિત્ર્ય वान પુત્ર હતા
3 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
rajput 5539
29 એપ્રિલ, 2019
ક્ષત્રિય
શું તમને આ સહાયરૂપ જણાયું?

લેખક વિશે

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.