Sardarsaheb Mari Najre

· Gurjar Prakashan
4.8
122 રિવ્યૂ
ઇ-પુસ્તક
69
પેજ
પાત્ર
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો

આ ઇ-પુસ્તક વિશે

પ્રત્યેક મનુષ્ય મહાપુરુષ નથી થઈ શકતો. મહેનત કરીને મહાપુરુષ થઈ શકાતું નથી. મહાપુરુષ થવા માટે ત્રણ તત્ત્વો જન્મજાત હોવાં જરૂરી છે: 1. મહાન ગુણોથી ભરેલો સ્વભાવ. 2. યોગ્ય પરિસ્થિતિની પ્રાપ્તિ અને 3. સાચી નિર્ણયશક્તિ. મહાન ગુણો જન્મજાત હોય છે. તે મહેનત કરીને મેળવી શકાતા નથી. ગુણો અને દુર્ગુણોના સરવાળામાંથી સ્વભાવ બનતો હોય છે. મહાન ગુણોના ઘણા પ્રકાર હોય છે. કોઈને કયા પ્રકારના ગુણો મળ્યા છે તે મહત્ત્વની વસ્તુ છે. માનો કે કોઈ ઉદાર તો છે પણ સાહસી નથી, તો કોઈ સાહસી તો છે પણ દયાળુ નથી. બધા સદ્ગુણો એકસાથે એક જગ્યાએ ભેગા થવા અત્યંત દુર્લભ હોય છે. પણ જેનામાં વધુમાં વધુ સદ્ગુણો ભેગા થયા હોય તે વધુ ઉત્તમ મહાપુરુષ બનતો હોય છે. આવા મહાપુરુષોને સમયના માપથી આ રીતે માપી શકાય. 1. દશ વર્ષમાં એકાદ મહાપુરુષ થનાર, 2. સો વર્ષમાં માત્ર એક જ મહાપુરુષ થનાર અને 3. હજાર વર્ષોમાં માત્ર એક જ મહાપુરુષ થનાર કોઈ દુર્લભ મહાપુરુષ બનતો હોય છે. આપણે હજાર વર્ષમાં ભાગ્યે જ એકાદ થનાર મહાપુરુષની ચર્ચા કરવાની છે. તેમનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે ‘સરદારસાહેબ’ના નામથી ઉલ્લેખીશું.

રેટિંગ અને રિવ્યૂ

4.8
122 રિવ્યૂ
Vikramsinh Padhiyar
20 સપ્ટેમ્બર, 2019
Hii smart
શું તમને આ સહાયરૂપ જણાયું?
Hitesh Rathod
31 ઑક્ટોબર, 2020
Super
શું તમને આ સહાયરૂપ જણાયું?

લેખક વિશે

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.