Aamba Sheth: Life Characters of Devotees

2.8
4 件のレビュー
電子書籍
129
ページ
評価とレビューは確認済みではありません 詳細

この電子書籍について

શ્રીજી મહારાજ વરતાલના ૧૯મા વચનામૃતમાં કહે છે, કે ‘‘આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે.’’


આંબા શેઠના જીવનમાં પણ આવી જ ઘટના બનેલ. ગઢાળી ગામના મહેતલિયા પરિવારમાં જન્મ અને એ જ સમયમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનું સદાચારમૂલક ભાગવતધર્મ પ્રવર્તન કાર્ય ચાલતું હતું. ગઢાળીથી ૭ કિ.મી.ના અંતરે આવેલ ગઢડામાં પ્રભુનો નિવાસ.


આ બાજુ યુવાન આંબાશેઠ બાપદાદા વખતની દુકાન ન્યાયનીતિથી ચલાવે. ગામમાં એમની શેઠ તરીકેની સારી પ્રતિષ્ઠા. ગામ લોકોને એમનામાં ભારે ભરોસો. શેઠ પણ ભારે મુમુક્ષુ આત્મા. પ્રગટ ભગવાન મળે એવી ઝંખના સેવે. એમનું ભાગ્ય જાગ્યું અને ગઢપુર પ્રભુના દર્શને આવ્યા. શ્રીજી મહારાજના દર્શન થતાં જ આ બુદ્ધિશાળી વણિક પુત્રે ભગવાનને ઓળખી લીધા. વર્તમાન ધારણ કરીને પ્રભુના આશ્રિત થયા અને ધન્યતા અનુભવી.


પછી તો સદ્‌. મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતના યોગમાં આવતા એમની સમજણ વધુ દૃઢ ને પરિપકવ બની. શ્રીજી મહારાજ, એમના સંતો અને હરિભક્તોના મહિમા સાથે ભક્તિભાવનો રંગ ચડતો જ રહ્યો. એમનો પ્રેમભાવ પણ સદાય અધિક ને અધિક વધતો જ રહ્યો. એ તો આ પુસ્તિકામાં લખાએલ એમના ભક્તિસભર જીવનના પ્રસંગો વાંચતા જ જણાઈ આવે છે.


ભક્તરાજ આંબા શેઠની ચોથી પેઢીના એમના વંશ જ પ.ભ. શ્રી ધીરુભાઈ મહેતલિયાએ અહોભાવ સાથે પૂ. સદ્‌. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીની પ્રેરણાથી આ પુસ્તિકા લખવાનું કાર્ય. શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીને સોંપેલ અને એમણે સત્સંગ સાહિત્યમાંથી પ્રેમી ભક્તરાજ આંબા શેઠના જીવન પ્રસંગો એકત્ર કરીને સં. ૨૦૧૭માં આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ છપાવેલ. જેને સત્સંગમાંથી સારો પ્રતિભાવ મળતા પ.ભ. શ્રી ધીરજલાલ દુર્લભજીભાઈના સુપુત્રો શ્રી ચંદ્રકાંતભાઈ, એન્જિનિયર શ્રી બળવંતભાઈ, ડૉ. શ્રી સુરેશભાઈ અને શ્રી શરદભાઈ વગેરે મહેતલિયા પરિવારે વિનામૂલ્યે પોતાના પૂર્વજ પૂજ્ય શ્રી આંબા શેઠના પુનિત પ્રસંગોની આ પુસ્તિકાનું પ્રકાશન ચાલુ રાખેલ છે.

評価とレビュー

2.8
4 件のレビュー

この電子書籍を評価する

ご感想をお聞かせください。

読書情報

スマートフォンとタブレット
AndroidiPad / iPhone 用の Google Play ブックス アプリをインストールしてください。このアプリがアカウントと自動的に同期するため、どこでもオンラインやオフラインで読むことができます。
ノートパソコンとデスクトップ パソコン
Google Play で購入したオーディブックは、パソコンのウェブブラウザで再生できます。
電子書籍リーダーなどのデバイス
Kobo 電子書籍リーダーなどの E Ink デバイスで読むには、ファイルをダウンロードしてデバイスに転送する必要があります。サポートされている電子書籍リーダーにファイルを転送する方法について詳しくは、ヘルプセンターをご覧ください。