Amrut Nu Achaman: Best Slogan Books

5.0
1 review
Ebook
154
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવહિતકારી સિદ્ધાંતોને સાકાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગેરંગી ભગવાનમાં જોડ્યા છે. તેમના આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે, ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.


પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને આચરણીય જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીેકની સુપેરે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા તેઓ થોડામાં ઘણું ‘ગાગરમાં સાગર’ની જેમ કહી જાય છે.


આજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગ સાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્‌વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ પાઠકગણના આગ્રહને સંતોષવા અને પોષવા, નિશ્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. આશા છે પચાસથી વધારે નિશ્ચિત વિષયો પર સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.


આ પુસ્તક પ્રકાશમાં સત્સંગ સાહિત્ય સેવાપ્રેમી પ.ભ. શ્રી ભરતભાઈ એમ. જંગબારીનો તેમના અ.નિ. પિતાશ્રી મણિલાલભાઈ અને અ.નિ. માતુશ્રી પ્રભાબેનની સ્મૃતિમાં સેવા સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રીહરિ તેમને ધર્મે સહિત ભક્તિનું બળ આપે અને તેમના પરિવારજનો પર શ્રીહરિની પ્રસન્નતા વરસે. પુસ્તકનું કલા સંયોજન સાધુ શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તથા સંકલન સાધુ શ્રી રસિકવલ્લભદાસજી સ્વામીએ કર્યું છે. પ્રુફરીડીંગ શ્રી સુરેશભાઈ આર. ભટ્ટે કર્યું છે. સંકલનમાં સહજ રીતે રહી જવા પામેલી ક્ષતિને ક્ષમ્ય ગણી તેના અસરકારક ચિંતનનો લાભ લેશો.

Ratings and reviews

5.0
1 review
Amit Shingarakhiya
June 6, 2023
har har Mahadev
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.