નાની ટેક્સ્ટને મોટી કરવા, ઑબ્જેક્ટની વિગતો જોવા અથવા કોઈ સેવા કાઉન્ટર પાછળ શેરીમાં લાગેલા સાઇન બોર્ડ કે રેસ્ટોરન્ટના મેનૂ પરની દૂરની ટેક્સ્ટને મોટી કરવા જેવી બાબત માટે તમારા કૅમેરાનો ઉપયોગ કરો. મેનૂમાં, ઉપડવાના સ્ટેશનના બોર્ડ પર અથવા ટેક્સ્ટ ધરાવતી કોઈપણ વસ્તુમાં તમને જેની જરૂર છે તે શોધવા માટે તમે જે ફોટા લો છો તેમાં શબ્દો શોધો. ઓછા કોન્ટ્રાસ્ટવાળી ટેક્સ્ટને વધુ સારી રીતે જોઈ શકાય તેવી બનાવવા માટે વિઝ્યુઅલ ઇફેક્ટ લાગુ કરો. ઓછા પ્રકાશવાળા વાતાવરણમાં બ્રાઇટનેસની ગોઠવણ ઑટોમૅટિક રીતે કરવામાં આવે છે. તમે ફોટા પણ લઈ શકો છો અને તમને જરૂર હોય તેટલા મોટા પણ કરી શકો છો.
શરૂ કરો:
1. Play Store પરથી Magnifier ડાઉનલોડ કરો.
2. (વૈકલ્પિક) ક્વિક ટૅપ મારફતે સરળતાથી ખોલવા માટે Magnifierનું સેટઅપ કરો:
a. તમારા ફોનની સેટિંગ ઍપ ખોલો.
b. સિસ્ટમ > સંકેતો > ક્વિક ટૅપ પર જાઓ.
c. 'ક્વિક ટૅપનો ઉપયોગ કરો' ચાલુ કરો.
d. 'ઍપ ખોલો' પસંદ કરો. "ઍપ ખોલો"ની બાજુમાં આવેલા સેટિંગ પર ટૅપ કરો. પછી Magnifier પસંદ કરો.
e. Magnifier ખોલવા માટે, તમારા ફોનના પાછલા ભાગ પર બે વાર ટૅપ કરો.
Magnifier માટે Pixel 5 કે તે પછીનું મૉડલ હોવું આવશ્યક છે.
આ રોજ અપડેટ કર્યું
18 નવે, 2024