Vidurniti: Gujarati Books

4.5
26 รีวิว
eBook
78
หน้า
คะแนนและรีวิวไม่ได้รับการตรวจสอบยืนยัน  ดูข้อมูลเพิ่มเติม

เกี่ยวกับ eBook เล่มนี้

સર્વ નીતિશાસ્ત્રોમાં વિદુરનીતિ સર્વોત્તમ હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે ઈષ્ટપણે માનેલાં આઠ સત્શાસ્ત્રોમાં વિદુરનીતિને પણ સત્શાસ્ત્ર તરીકે માન્ય રાખેલ છે. ભગવાન સ્વામિનારાયણ વિદુરનીતિની કથા કરાવીને તેનું શ્રવણ કરતા.


વિદુરનીતિના વિષય નિરુપણમાં નીતિ સાહિત્યમાં પ્રાપ્ત થતા લગભગ પ્રત્યેક વિચારનાં મૂળ મળી આવે છે, એ વિદુરનીતિનું મહત્ત્વનું આગવું લક્ષણ છે.


મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતું ‘પ્રજાગર ઉપપર્વ વિદુરનીતિ તરીકે ઓળખાય છે. તેમાં આઠ અધ્યાયો છે. આ પર્વ મહાભારતના નીતિ અને બોધપ્રધાન અભિગમને પ્રગટ કરે છે. મહાભારતનો આ એક અત્યંત લોકપ્રિય અને ઉપયોગી અંશ છે.


દુર્યોધનના દૂત સંજયે યુધિષ્ઠિર પાસે જઈને યુદ્ધની તૈયારીઓ છોડી દેવોનો અને કૌરવો સાથે શાંતિથી રહેવાનો અનુરોધ કરીને સાથે સાથે કૌરવો તેમને કંઈ પણ આપશે નહિ તે બાબત પણ સ્પષ્ટ કરી. કૌરવો તેમને કંઈપણ ન આપે છતાં યુદ્ધનો માર્ગ વિનાશકારી છે અને યુધિષ્ઠિર જેવા જ્ઞાનીએ લડવાનો વિચાર તો ન જ કરવો જોઈએ, પછી ભલે ભિક્ષા માંગીને જીવવું પડે એવી સુફિયાણી સલાહ સંજયે યુધિષ્ઠિરને આપી. શ્રીકૃષ્ણે સંજયને સણસણતો જવાબ આપીને યુદ્ધ ન કરીને પાંડવો દુર્યોધનની દુષ્ટતાને ઉત્તેજન આપવા માગતા નથી, તેમ સ્પષ્ટ સંભળાવી દીધું. આ પછી શાંતિપ્રિય યુધિષ્ઠિરે યુદ્ધ નિવારવાની ઈચ્છાથી સંજય સમક્ષ અત્યંત નોંધપાત્ર દરખાસ્ત મૂકી અને કહ્યું, ''દુર્યોધન અમને અમારું રાજ્ય પાછું ન આપો તો ભલે પણ ન્યાયના પ્રતીક તરીકે તેણે અમને પાંચે ભાઈઓને પાંચ ગામડાં તો આપવાં જ જોઈએ. જો તે એટલું પણ કરશે તો અમે યુદ્ધની વાત જતી કરીશું.'' સંજય આ સંદેશ લઈને હસ્તિનાપુર પહોંચ્યો. તે વખતે રાત પડી ગઈ હતી. આમ છતાં સંદેશનું મહત્ત્વ સમજીને તે સીધો ધૃતરાષ્ટ્રને મળવા ગયો. સંજયે ધૃતરાષ્ટ્રને બોધ આપ્યો અને સમજાવ્યું કે પુત્રની આસક્તિથી મોહ પામીને તેમજ ખોટા માણસો પર વિશ્વાસ રાખીને તમે જ તમારો વિનાશ વહોરવાના છો. આ મહત્ત્વની વાત ઉપર રાજા આખી રાત વિચાર કરે તેવા હેતુથી આટલી વાત તેણે તે વખતે ધૃતરાષ્ટ્રને કરી. પાંડવોનો સંદેશ બીજે દિવસે રાજસભામાં સંભળાવાનું કહીને સંજય ચાલ્યો ગયો.


સંજયના ગયા પછી ધૃતરાષ્ટ્ર આકુળ–વ્યાકુળ થઈ ગયા. લાખ પ્રયત્નો છતાંય તેમને ઊંઘ આવે તેમ ન હતી. આથી તેમણે વિદુરને બોલાવ્યા. વિદુરની વાતોથી અને તેમના ઉપદેશથી પોતાને શાંતિ મળશે તેવી શ્રદ્ધા હતી. વિનયી વિદુરજી તુરત જ હાજર થયા.


ધૃતરાષ્ટ્રે કહ્યું, ''આપણા રાજવંશમાં તું જ એક જ્ઞાની છે, વિદુર! ધર્મ અને કલ્યાણ શેમાં સંકળાયેલું છે તે મને સંભળાવ.'' ધૃતરાષ્ટ્રની આ વિનંતિના સંદર્ભમાં વિદુરે વ્યાવહારિક ડહાપણ અને નીતિમત્તાને લગતા જુદા જુદા સિદ્ધાંતોનો ધૃતરાષ્ટ્રને બોધ આપી પાંડવો સાથેનો સંઘર્ષ છોડી દેવા અને સુલેહ શાંતિનો માર્ગ અપનાવવા સલાહ આપી. આઠ અધ્યાયમાં આપવામાં આવેલા આ ઉપદેશને સંસ્કૃત સાહિત્યમાં વિદુરનીતિ તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતમાં આ અધ્યાયોને 'પ્રજાગર પર્વ' એવું નામ આપવામાં આવ્યું છે. પ્રજાગર એટલે જાગરણ. માણસના પ્રસુપ્ત આત્માને જગાડવો એ આઠ અધ્યાયોનો હેતુ છે એટલે એ અર્થમાં પણ પ્રજાગરપર્વ એવું તેને આપવામાં આવેલું નામ વધારે સાર્થક છે.


વિદુરનીતિમાં વિદુરજી ભલે ધૃતરાષ્ટ્રને બોધ આપતા હોય પણ મહાભારતકારે ઉપદેશ સમગ્ર માનવજાતને માટે પ્રસ્તુત કર્યો છે એ હકીકત નિઃશંક ને નિર્વિવાદ છે.


વિદુરનીતિમાં વ્યવહાર, વર્તાવ, નીતિ, સદાચાર, ધર્મ, સુખ–દુઃખ પ્રાપ્તિનાં સાધન, તજવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ગુણો તથા કર્મોનો નિર્ણય, ત્યાગનો મહિમા, ન્યાયનું સ્વરૂપ, સત્ય, પરોપકાર, ક્ષમા, અહિંસા, મિત્રનાં લક્ષણ, કૃતધ્નીની દુર્દશા, નિર્લોભીતા, રાજધર્મ વગેરેનું વિગતવાર સુંદર વર્ણન કરવામાં આવેલું છે.


આ પુસ્તક અભણ, વિદ્વાન, યુવાન, વૃદ્ધ, બાળક, સ્ત્રી, રાજા, પ્રજા, ધનવાન, ગરીબ, વિદ્યાર્થી, શિક્ષક, સેવાભાવી અને સુખી જીવન જીવવા માગતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.

การให้คะแนนและรีวิว

4.5
26 รีวิว

ให้คะแนน eBook นี้

แสดงความเห็นของคุณให้เรารับรู้

ข้อมูลในการอ่าน

สมาร์ทโฟนและแท็บเล็ต
ติดตั้งแอป Google Play Books สำหรับ Android และ iPad/iPhone แอปจะซิงค์โดยอัตโนมัติกับบัญชีของคุณ และช่วยให้คุณอ่านแบบออนไลน์หรือออฟไลน์ได้ทุกที่
แล็ปท็อปและคอมพิวเตอร์
คุณฟังหนังสือเสียงที่ซื้อจาก Google Play โดยใช้เว็บเบราว์เซอร์ในคอมพิวเตอร์ได้
eReader และอุปกรณ์อื่นๆ
หากต้องการอ่านบนอุปกรณ์ e-ink เช่น Kobo eReader คุณจะต้องดาวน์โหลดและโอนไฟล์ไปยังอุปกรณ์ของคุณ โปรดทำตามวิธีการอย่างละเอียดในศูนย์ช่วยเหลือเพื่อโอนไฟล์ไปยัง eReader ที่รองรับ