મિત્રો! જો તમારે જીવનમાં સફળતા જોઈએ, ખુશીઓ જોઈએ, ખુશહાલી અને સન્માન જોઈએ, તો તમારે સૌથી પહેલાં પોતાના વ્યવહારને ધ્યાનથી પરખવો પડશે. માનવીય, સામાજિક અને વેપારિક દૃષ્ટિથી વ્યવહાર સંબંધી જે નિયમ છે, એના અનુસાર ખુદને ઢાળવા પડશે. મને પૂરો વિશ્વાસ છે કે, જો તમે આ પુસ્તકમાં બતાવવામાં આવેલા વ્યાવહારિક નિયમોને પોતાના જીવનમાં સ્થાન આપશો, તો હકીકતમાં તમે તે બધું જ સહજ જ પ્રાપ્ત કરી લેશો, જેની તમે વર્ષોથી ઇચ્છા કરતાં રહ્યાં છો, ભલે તમારી તે ઇચ્છા વેપાર કે નોકરીમાં સફળતા, વેપારનો વિસ્તાર, નોકરીમાં પ્રગતિ, મિત્રો તેમજ પરિચિતોમાં સન્માન અને આત્મીયતા, પરિવારમાં પ્રેમ, એકસૂત્રતા અને ખુશીઓ જ કેમ ના હોય. આ પુસ્તક વિશેષ તરીકે વેપાર, સ્વરોજગાર, વિક્રય અધિકારી, ઉદ્યમી તથા નોકરી કરતાં વ્યક્તિઓના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવીને એના જીવસ્તરને પહેલાંથી ક્યાંય વધારે ઉન્નત તેમજ ઉત્તમ બનાવવાની ક્ષમતા રાખે છે.
Veselībai, prātam un ķermenim