- ભગવાન શ્રીસ્વામિનારાયણ (વચ. ગ.મ.૨૩ )
ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;
કોટિ રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે.
- સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી
અને ‘વિષય જીતાય ત્યારે શ્રીજી મહારાજનું ધ્યાન થાય કે ધ્યાન થાય ત્યારે વિષય જીતાય ?’ એ પ્રશ્નનો ઉત્તર જે વિષય જીતાય ત્યારે ધ્યાન થાય છે ને તે વિના તો કોઈક ધ્યાન કરે છે. કોઈક પુરુષોત્તમનું નિરૂપણ કરે છે ને કોઈક વૈરાગ્યનું કોઈક જ્ઞાનનું કે કોઈક ભક્તિનું નિરૂપણ કરે છે પણ સર્વે અહંવૃત્તિએ કરીને કરે છે. એમ કહીને સ્વામીએ તે અહંવૃત્તિની વાર્તા કીડીથી લઈને પુરુષોત્તમ ભગવાન પર્યંત વર્ણન કરી દેખાડી. (૨૧૯)
- સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી (ગો. સ્વામીની વાતો પ્ર. ૧/૨૧૯)
સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે; ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે; ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, ને તે કરતાં પોતાના આત્માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે.
- સદ્. શ્રી ગુણાતિતાનંદ સ્વામી (સ્વામીની વાતો પ્ર. ૧/૨૦૧)
ધ્યાનમાં શ્રદ્ધા, ઉત્સાહ અને આગ્રહ ત્રણેય જોઇએ, કીડી મકોડાને જેમ ગોળનો ગાંગડો મળી જાય તો તેની દોડ થંભી જાય છે તેમ મનને શ્રીજી મહારાજની મૂર્તિનો સ્વાદ આવે તો પછી ધીરે ધીરે મૂર્તિમાં રહેવા લાગે, એવા અભ્યાસની ટેવ અમે બાલમુકુંદ સ્વામી પાસે નાનપણથી પાડેલી.
- સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી