કવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી મુમુક્ષુને રોજિંદા ઉપયોગમાં આવે એવા હેતુથી આ ભજનમાળા પુસ્તકમાં ગોડી, આરતી, સ્તુતિ–પ્રાર્થના, ઉત્સવ અને ઉપદેશનાં પદો તેમજ નિત્ય નિયમ અને મૂર્તિનાં કીર્તનો વગેરે સમાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આ પુસ્તકની દોઢેક લાખથી વધુ પ્રતો છપાઇને પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જે આ ભજનમાળા પુસ્તકની ઉપયોગીતાનો પ્રબળ પુરાવો છે.