৫.০
১টি রিভিউ
ই-বুক
64
পৃষ্ঠা
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন

এই ই-বুকের বিষয়ে

પરમકૃપાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં સમગ્ર સત્‌શાસ્ત્રોનો નીચોડ ઠાલવ્યો છે. ધર્મના મર્મજ્ઞો માટે એ ધર્મશાસ્ત્ર, નીતિ વિશારદો માટે નીતિશાસ્ત્ર અને આજના વિપરીત વાતાવરણમાં ફસાયેલા સમાજ માટે તો ખરેખર એ જીવંત સમાજશાસ્ત્ર છે. 


આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું સમગ્રપણે પાલન થાય તો જીવનું કલ્યાણ થઈ જાય. સર્વશાસ્ત્રોના સારરૂપ આ શિક્ષાપત્રી મનોવાંછિત ફળ આપનારી છે. એ શિક્ષાપત્રી જીવનમાં વણાઈ જાય તે હેતુથી સાવ-સરળ ભાષાના બોધાત્મક સૂત્રો ‘શિક્ષાસૂત્ર’ દ્વારા મૂકવાનો આ નવીન પ્રયત્ન છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણે મોક્ષને માર્ગે પાપાપગલી માંડનાર સામાન્ય મુમુક્ષુથી માંડી સમર્થ સંતોને ઉદ્‌ભવેલ અધ્યાત્મ સંબંધી પ્રશ્નો-જિજ્ઞાસાઓને સંપૂર્ણપણે તૃપ્ત કરવા દયાએ કરીને જે ગોઠવણ કરી તે વચનામૃત. મુમુક્ષુ માત્રને આજના ધમાલિયા, અલ્પાયુવાળા જીવનમાં ઉપયોગી થઈ શકે એ હેતુથી શ્રીહરિની પરાવાણીરૂપ વચનામૃતની પ્રશ્નોતરીના ૧૦૮ મણકાની માળા ઉપરાંત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના જીવન અને સિદ્ધાંતોને માણી શકાય એવા હેતુથી ‘શ્રીહરિ ચરિત્ર’નું મુદ્દાસર આલેખન પણ આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે.


પ. પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અનુજ્ઞાથી સાધુ પ્રભુચરણદાસજી સ્વામી તથા શ્રી સુરેશભાઈ ભટ્ટે સંકલિત કરેલ ત્રિવિધ સંકલનવાળી આ પુસ્તિકા સંસ્થા દ્વારા સંચાલિત સત્સંગ મંડળો અને બાળકોને તથા જીવનના પાયાના સંસ્કાર આપવા ઈચ્છુક તમામ સત્સંગ પ્રેમીઓને આ પુસ્તિકા વિશેષ ઉપયોગી બની રહે એ અપેક્ષા સહ.

রেটিং ও পর্যালোচনাগুলি

৫.০
১টি রিভিউ

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।