Satsang Sagar Na Moti: Swaminarayan Books

·
Rajkot Gurukul
ই-বুক
134
পৃষ্ঠা
রেটিং ও রিভিউ যাচাই করা হয়নি  আরও জানুন

এই ই-বুকের বিষয়ে

ભગવાન શ્રીસ્વામિનારાયણના સર્વજીવહિતકારી સિદ્ધાંતોનો પ્રચાર કરવા પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગેરંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ને ભાવિક ભક્તોના સમર્પણથી વહાવી રહ્યા છે.


પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ સહુ કોઇને આચરણીય જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની સુપેરે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. નાનાં દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા તેઓ થોડામાં ઘણું ‘ગાગરમાં સાગર’ની જેમ કહી જાય છે.


આજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવાં સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્‌વિદ્યા’ માસિકમાં તેઓનાં સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. જેનું ‘અમૃતનું આચમન’ પુસ્તક રૂપે પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. આની પૂર્વે પૂ. સ્વામીના સત્સંગ કથાવાર્તામાંથી અ. નિ. પ.ભ. શ્રી સુરેશભાઇ ભટ્ટ સાહેબે સંકલિત કરેલા કેટલાક સૂત્રોને ‘સત્સંગ સાગરનાં મોતી’ એ શીર્ષક સાથે પ્રકાશિત કરેલ. તેની સત્સંગ સમાજમાં ખૂબ જ માંગ અનુભવાયેલી. આથી હાલમાં તેના નૂતન સંસ્કરણ સાથે આ આવૃતિ પ્રકાશિત કરેલ છે.


આ પુસ્તકમાં પૂ. સ્વામીના અમૃતનું આચમન પુસ્તક સિવાયના સત્સંગ તેમજ સમજણને લગતાં સૂત્રોનું આ સત્સંગ સાગરના મોતીમાં સંકલન કરવામાં આવ્યું છે. આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।