કવિ નંદસંતોએ ભાવવિભોર ભાવે સર્જેલ વિપુલ પદ્ય સાહિત્યમાંથી ગુરુકુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રાતઃપૂજામાં ઉપયોગમાં આવે એવા હેતુથી આ કીર્તનધારા પુસ્તકમાં પ્રભાતિયાં, ગોડી, આરતી, સ્તુતિ-પ્રાર્થના, નિત્ય નિયમ, મૂર્તિ તેમજ લીલાના પદો ઉપરાંત ઉત્સવના પદો સમાવવામાં આવ્યા છે.