ભારતનાં પરંપરાગત દર્શનોનો ટૂંકાણમાં પરિચય લેખમાળા રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થયો હતો, જેનું સંકલન ‘ભારતીય દર્શનનું વિહંગાવલોકન’ અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. આ લેખો રામકૃષ્ણ સંઘની ભાવધારા અનુસાર વિભિન્ન દર્શનો ઉપર એકસમાન શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠા રાખી લખાયા છે. કોઈપણ એકને નાનું કે મોટું કરવાનો પ્રયત્ન થયો નથી. આશા સેવીએ છીએ કે વાચકોને આ પુસ્તક વિશેષ ઉપયોગી નીવડશે.
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી