સર્વજીવ પ્રાણીમાત્રને જીવનમાં સુખદુઃખ તો આવતા જ રહે છે. તેમાં જે સાંસારિક લોકો છે, તે ધીરજ ગુમાવી વ્યર્થ વ્યથિત થઈને દુઃખ અનુભવે છે. જ્યારે ભગવાનના ભક્તો સત્સંગે કરીને મેળવેલી સમજણથી તેને જીરવી જાણે છે. આવા સંજોગોમાં ભગવાનના ભક્તો વિચલિત ન થતાં શ્રીહરિનો આશરો લઈ નિષ્ઠાથી તેમની સ્તુતિ, પ્રાર્થના કરતા હોય છે.
પંડિતવર્ય સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીએ ભક્તોના ત્રિવિધ તાપથી રક્ષણ માટે આ શ્રીહરિ કવચની રચના કરી છે. તેનો નિષ્ઠાથી નિયમિત પાઠ કરનારને અંતઃશત્રુ અને બાહ્યશત્રુ તથા દારિદ્ર વગેરેથી રક્ષણ થઈ શાતા પ્રાપ્ત થાય છે.