Bal Saurabh Book: Swaminarayan Varta Book

4.0
리뷰 2개
eBook
136
페이지
검증되지 않은 평점과 리뷰입니다.  자세히 알아보기

eBook 정보

રસ્તાના કાંઠે ઘડાયા વગરનો પથ્થર જોયો છે ? તેની કિંમત કેટલી ? કાંઇ નહી. પણ તે જ પથ્થરને કોઇ કુશળ કારીગર મળી જાય અને તેમાંથી સુંદૃર મજાની મૂર્તિ બનાવી દે તો.....? તો તેની કિંમત કેટલી ? હજારો લોકોના દૃયમાં ભગવાન તરીકે વિરાજમાન થઇ જાય છે.


ધૂળની કિંમત કેટલી ? બહુ જ નહી જેવી. પણ તે જ ધૂળમાંથી કુંભાર માટલું, શકોરું કે કુંજો બનાવે છે ત્યારે.....? ત્યારે તેની કિંમત અનેકગણી વધી જાય છે.


લાકડાનો ટુકડો પડયો પડયો સડી જ જવાનો હોય છે. પણ એમાંથી જો કુશળ સુતાર સુંદૃર મજાનું ફર્નિચર બનાવે તો મકાનને રાજમહેલ બનાવી દે છે.


બસ આપણા જીવનમાં પણ આવું જ કાંઇક બને છે. આપણે નાના હોઇએ ત્યારે શું કરવું ? શું ન કરવું ? તેની કાંઇ ખબર હોતી નથી. આપણા માબાપ, આપણા સંતો અને આપણા સંચાલકો વાર્તાઓ દ્વારા ઉપદેશ આપીને આપણું ઘડતર કરે છે. એ ઘડતર એટલે સંસ્કારોનું સિંચન, સારા વિચારોનું સિંચન. સંસ્કાર વગરના માનવીની આ દુનિયામાં જોઇએ તેવી કોઇ કિંમત થતી નથી.


આપણામાં આવા શુભ સંસ્કારોનું સિંચન થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આ બાલસૌરભ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમ ભોજન જમતાં હોય તેમાં દૃરેક રસના અલગ અલગ પકવાન પીરસાયા હોય તો જમવાની બહુ મજા પડે તેમ ગુરુકુલ દ્વારા ચાલતા બાળમંડળોમાં બાળકોને મજા પડે એવી વાર્તાઓ, શ્રીજી મહારાજના ચરિત્રો, સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આપેલ ઉપદેશ અને અંતે સ્વાધ્યાય વગેરે વિવિધ પાંખડીઓનું બનાવેલું દરેક પુષ્પ દરેક બાળકોને જરૂર ગમશે.


રાજકોટ ગુરુકુલ પરિવારના ગુરુપદે વિરાજમાન પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ સુરત ગુરુકુલના સંચાલક પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર આ પુસ્તિકા તૈયાર કરવામાં શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી કીર્તનપ્રિયદાસજી સ્વામી તથા શ્રી વિશ્ર્વવંદનદાસજી સ્વામી વગેરે સત્સંગ મંડળના સંચાલક સંતોએ ખૂબ મહેનત કરી છે. આ પુસ્તકનું પ્રુફરિડિંગ તેમજ સંકલન કરવામાં શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ સારી જહેમત ઉઠાવી છે તેમજ ટાઇપ સેટીંગ ભાવિક પરમાર તથા ડિઝાઇન સાધુ વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામી તથા ચિરાગભાઇ સુતરિયાએ તૈયાર કરેલ છે.


આ પુસ્તિકાનું દરેક પુષ્પ આપના જીવનમાં સંસ્કારોની મહેંક પ્રસરાવે, ભગવાનની ભક્તિના મધુરરસનું પાન કરાવે એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ...


평점 및 리뷰

4.0
리뷰 2개

이 eBook 평가

의견을 알려주세요.

읽기 정보

스마트폰 및 태블릿
AndroidiPad/iPhoneGoogle Play 북 앱을 설치하세요. 계정과 자동으로 동기화되어 어디서나 온라인 또는 오프라인으로 책을 읽을 수 있습니다.
노트북 및 컴퓨터
컴퓨터의 웹브라우저를 사용하여 Google Play에서 구매한 오디오북을 들을 수 있습니다.
eReader 및 기타 기기
Kobo eReader 등의 eBook 리더기에서 읽으려면 파일을 다운로드하여 기기로 전송해야 합니다. 지원되는 eBook 리더기로 파일을 전송하려면 고객센터에서 자세한 안내를 따르세요.