Bal Prarthana: Swaminarayan Book

3.0
1 રિવ્યૂ
ઇ-પુસ્તક
128
પેજ
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો

આ ઇ-પુસ્તક વિશે

કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે એ ન્યાયે સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળીવયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કાર રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સંસ્કારના બીજ રોપાયા, જે આજે વટ વૃક્ષ થઇ વિશ્વમાં પાંગર્યા. બધી સંસ્થાઓમાં કુલ ૧૮,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્‌વિદ્યાની પ્રાપ્તિ કરી રહૃાા છે. ગુરુકુલથી વંચિત રહી ગયેલા બાળકોનાં જીવનમાં આધ્યાત્મિક સંસ્કારો સુદ્રઢ થાય એ શુભ હેતુથી પરમ પૂજય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બાલ મંડળની પ્રવૃત્તિ શરૂ કરી, જેને આગળ ધપાવવું એ આપણું કર્તવ્ય છે. આજે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાજી સ્વામીના માર્ગદર્શનથી આ બાલ પ્રવૃત્તિને વિશેષ વેગ મળે એવા શુભ આશયથી “બાલ પ્રાર્થના” પુસ્તિકાનું સુંદર સંકલન કર્યું છે.


બાળકોનાં ઉછેર અને સંસ્કારમાં જેમનો મહત્વનો ફાળો છે, તે માતા-પિતા અને મંડળ સંચાલકો આ પુસ્તિકાનો વ્યવસ્થિત અભ્યાસ બાળકો પાસે કરાવશે. જેથી ભારતના ભાવિ નાગરિકો નિષ્ઠાવાન, સંસ્કારી, નિર્વ્યસની બની ભક્ત હ્ય્દયી બને એ જ શુભ ભાવના...

રેટિંગ અને રિવ્યૂ

3.0
1 રિવ્યૂ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.