રાજકોટમાં સંસ્કારના બીજ રોપાયા, જે આજે વટ વૃક્ષ થઇ વિશ્વમાં પાંગર્યા. બધી સંસ્થાઓમાં કુલ ૧૮,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્વિદ્યાની પ્રાપ્તિ કરી રહૃાા છે. ગુરુકુલથી વંચિત રહી ગયેલા બાળકોનાં જીવનમાં આધ્યાત્મિક સંસ્કારો સુદ્રઢ થાય એ શુભ હેતુથી પરમ પૂજય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બાલ મંડળની પ્રવૃત્તિ શરૂ કરી, જેને આગળ ધપાવવું એ આપણું કર્તવ્ય છે. આજે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાજી સ્વામીના માર્ગદર્શનથી આ બાલ પ્રવૃત્તિને વિશેષ વેગ મળે એવા શુભ આશયથી “બાલ પ્રાર્થના” પુસ્તિકાનું સુંદર સંકલન કર્યું છે.
બાળકોનાં ઉછેર અને સંસ્કારમાં જેમનો મહત્વનો ફાળો છે, તે માતા-પિતા અને મંડળ સંચાલકો આ પુસ્તિકાનો વ્યવસ્થિત અભ્યાસ બાળકો પાસે કરાવશે. જેથી ભારતના ભાવિ નાગરિકો નિષ્ઠાવાન, સંસ્કારી, નિર્વ્યસની બની ભક્ત હ્ય્દયી બને એ જ શુભ ભાવના...