નરેન્દ્ર મોદીની કુશળ પ્રબંધકીય કુશળતાને જોતાં એમને મેનેજમેન્ટ ગુરુ કહેવા અતિશયોક્તિ નહીં થાય. મેનેજમેન્ટ ગુરુ તરીકે નરેન્દ્ર મોદી આપણને શું શીખવાડી શકે છે, એ જ વાત આ પુસ્તક બતાવે છે. સામાન્ય લોકો પર નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલી રહ્યો છે. ચૂંટણી-દર-ચૂંટણી આ વાત પર મહોર લાગતી જઈ રહી છે. નરેન્દ્ર મોદીનો આ જ જાદૂ છે, જે એમને એક મેનેજમેન્ટ ગુરુ તરીકે સમજવા માટે પ્રેરિત કરે છે. આખરે નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની શું વિશેષતાઓ છે, જે એમને બીજા નેતાઓથી અલગ કરે છે અને એમને સતત સફળતાના માર્ગ પર લઈ જઈ રહી છે. નરેન્દ્ર મોદીની પ્રબંધકીય કુશળતા અને એ જ દૃષ્ટિકોણથી એમની સફળતાને સમજવાના પ્રયત્નની દિશામાં આ પુસ્તક એક પ્રયાસ છે. આ એક એવી પુસ્તક છે, જેમાં એમના મુખ્યમંત્રીના કાર્યકાળ સિવાય પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોનો વિસ્તારથી ઉલ્લેખ છે. આ બધાને એમની પ્રબંધકીય કુશળતાના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે, લોકોની સામે એ વાતોને લાવવામાં આવે, જે નરેન્દ્ર મોદીથી શીખી શકાય છે. એક અત્યંત સાધારણ પરિવારથી, જેની કોઈ રાજનીતિક પૃષ્ઠભૂમિ ના હોય, ત્યાંથી નીકળીને દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની સફર કોઈ પણ માટે પ્રેરક બની શકે છે અને એનાથી સામાન્ય વ્યક્તિ ઘણું બધું શીખી શકે છે.