"ગુજરાતી સાહિત્યના એકમાત્ર સાગરકથા સમ્રાટ ગુણવંતરાય આચાર્યની આ એક અદભૂત ,ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં સાગરકથા છે. ઇશુની ચોથી પાંચમી સદીનો કાળ .એ સમયે ચાવડા જાતિએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અનોખા રંગ આપ્યા,સાગરપરંપરા આપી .ભારતીય વેપારના, પ્રથમ ઉલ્લેખો એમના શાસનકાળમાં મળે છે. ભગવાન સોમનાથનાં મંદિરનો પણ પ્રથમવખત ઇતિહાસ પ્રવેશ થાય છે. રાજપાટની શતરંજ ,અઘેરી સંપ્રદાયનાં તાંત્રિકોનાં વિધિવિધાન ,સાગરની છાતી પર ખેલાતા સંઘારકોમનાં જીવસટોસટનાં યુધ્ધો - અત્યંત રસભર નવકથાનો આરંભ થાય છે કાળીચૌદશની એક ઘનઘોર રાત્રે......"