"બેબી ગેમ્સ - પિયાનો, બેબી ફોન, ફર્સ્ટ વર્ડ્સ" સાથે તમારા બાળકનું કલાકો સુધી મનોરંજન કરો, એક મનોરંજક, સરળ, રંગીન અને મફત શૈક્ષણિક ફોન ગેમ જે નાના બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે!
બેબી ગેમ્સ સાથે શીખવું આનંદદાયક છે, અને બાળકોમાં રુચિ રાખવા માટે અહીં પુષ્કળ મિની-ગેમ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે. તે પ્રાણીઓનાં ચિત્રોથી શરૂ થાય છે અને, બાળકો પોતાના દ્વારા બનાવેલા અવાજો સાથે મેચ કરી શકે છે. તેમાં બલૂન પૉપિંગ ગેમ્સ, મ્યુઝિકલ લર્નિંગ મોડ્સ, મનોરંજક પ્રવૃત્તિઓ અને બીજું ઘણું બધું છે. નાના બાળકોનું મનોરંજન કરવા માટે આ એક સંપૂર્ણ બેબી ફોન ગેમ છે.
બેબી ગેમ્સમાં મજેદાર અને ઉપયોગી એવું સરળ ઇન્ટરફેસ છે જે છ થી બાર મહિનાનાં બાળકો માટે યોગ્ય છે. એક અને બે વર્ષનાં ચાલવાનું શીખતાં અથવા તો બાલમંદિરનાં બાળકો પણ તેની સાથે મજા માણી શકશે! રમતી વખતે, તમામ ઉંમરનાં બાળકો ખુશ થશે અને ખડખડાટ હસશે કારણ કે તેઓ તેમની આંગળીનાં ટેરવે તમામ મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ, યાદશક્તિ અને બુદ્ધિ કૌશલ્ય વધારવા સાથે ધ્યાન અને નિરીક્ષણ કુશળતા વિકસાવવામાં મદદ કરશે.
અમારી એપ્લિકેશનમાં દર્શાવવામાં આવેલી બેબી ફોન ગેમ્સ પર એક નજર:
1. પ્રથમ શબ્દો - બાળકો પક્ષીઓ અને પ્રાણીઓનાં અવાજો વિશે બધું શીખી શકે છે, તેમને ચિત્રો સાથે મેળ કરીને પૂર્ણ કરો. "આ શું છે?" એ જાણવા માટેની એક રમત કે તે કેટલા યાદ રાખી શકે છે!
2. મ્યુઝિક રૂમ - દરેક માતા-પિતા જાણે છે તેમ, બાળકોને અવાજ કરવો ગમે છે. તમારા બાળકને તેમની બુદ્ધિ કૌશલ્ય વિકસાવવામાં અને અમુક અવાજો માટે તેમને સંગીત રૂમમાં છૂટ આપીને પ્રશંસા કરવામાં મદદ કરો. ડ્રમથી લઈને પિયાનો, ટ્રમ્પેટ્સ અને ઝાયલોફોન સુધીનાં ચાર અલગ-અલગ સાધનો વગાડવા માટે તૈયાર છે. બાળકો સ્ક્રીનને ટેપ કરીને પોતાનું સંગીત બનાવી શકે છે, અને તેઓ દરેક સ્પર્શ સાથે વાસ્તવિક અવાજો સાંભળી શકશે!
3. પૉપ એન પ્લે - બાળકો તેમજ પુખ્ત વયના લોકોને રમકડાંના ફુગ્ગાઓ ફોડવા ગમે છે. સ્ક્રીનને ટેપ કરીને ચિત્રો ફૂટતા અને અદ્રશ્ય થતા જોવાનું ઉત્તેજક છે! આ મોડમાં નિયમિત ફુગ્ગાઓ, પ્રાણીઓનાં આકારના ફુગ્ગાઓ અને સ્માઈલી ફુગ્ગાઓ છે, જે બધા એક સ્પર્શ સાથે પોપ કરવા માટે તૈયાર છે. એક બોનસ ફ્રૂટ સ્મેશ ગેમ પણ છે જે બાળકોને સંકલન કૌશલ્ય બનાવવામાં મદદ કરે છે.
4. બેબી ફોન - એક અદભૂત મનોરંજક મોડ જે બાળકોને વિવિધ પ્રાણીઓનાં અવાજો, નર્સરી જોડકણાં, હાલરડાં અને સંગીતની નોંધો વર્ચ્યુઅલ ફોન સાથે રમીને શીખવામાં મદદ કરે છે! પ્રાણીને એક નકલી ફોન કરો અને તે જવાબ આપશે, જે એક કાર્ટૂન ફેસ અને વાસ્તવિક સાઉન્ડ ઇફેકટ્સ સાથે પૂર્ણ હશે! બાળકો ઘણાં વિવિધ અવાજો સાંભળવા તથાપ્રાણીઓ અને, સંખ્યાઓ વિશે શીખવા માટે રંગબેરંગી બટનો દબાવી શકે છે અને નર્સરી જોડકણાં પણ વગાડી શકે છે.
બેબી ગેમ્સ એ નાના બાળકો અને શિશુઓ માટે યાદશક્તિ અને અવલોકન કૌશલ્યો વિકસાવવા માટેનું સંપૂર્ણ સાધન છે. તે રંગીન અને ઉપયોગમાં સરળ છે, અને તેમાં અસંખ્ય વિશિષ્ટ મીની-ગેમ્સ શામેલ છે જે કોઈપણ બાળકની પસંદગીઓને અનુરૂપ હશે.
માતા-પિતા માટે નોંધ:
"બેબી ગેમ્સ - પિયાનો, બેબી ફોન, ફર્સ્ટ વર્ડ્સ" એ કોઈ થર્ડ-પાર્ટી જાહેરાતો અથવા એપ્લિકેશનનાં ફીચર્સને ખરીદવા ના પડે તે રીતે બહાર પાડવામાં આવેલ એક મફત એપ્લિકેશન છે. અમે પોતે પણ માતા-પિતા છીએ, જેનો અર્થ છે કે અમે અમારા બાળકો શું શીખવા અને રમવા માંગે છે તેના પર કેટલાક મજબૂત અભિપ્રાયો ધરાવીએ છીએ!
અમને વિશ્વાસ છે કે તમે અને તમારા બાળકોનો આ રમત સાથે સારો સમય પસાર થશે. જો તમને ગમે છે, તો કૃપા કરીને તેને અન્ય લોકો સાથે શેર કરો!
તમારા બાળકનાં શિક્ષણ અને સુખાકારીની કાળજી લેવા બદલ આભાર!
ડાઉનલોડ કરો અને આ આકર્ષક બેબી પિયાનો ગેમ્સ રમો.
આ રોજ અપડેટ કર્યું
6 જાન્યુ, 2025